Shri Pankaj Kapadia Sarvajanik College of Performing Arts

Activities Report


Activities Report

January -February

  • 21 જાન્યુઆરી અમદાવાદ ગુજરાત સમાચાર દ્વારા ખાતે આયોજીત નાટ્ય સ્પર્ધા INT ( Indian National Theatre) માં આપણી કોલેજના વિદ્યાર્થીઓ દ્બારા રક્ત ચિત્કાર નાટ્ક રજુ કરવામાં આવ્યુ હતુ.

  • 25 જાન્યુઆરી સુરત જીલ્લા પંચાયત દ્વારા આયોજીત કાર્યક્ર્મ રાષ્ટ્રીય મતદાતા દિવસમાં નાટ્ય વિભાગના વિદ્યાર્થીઓએ વોટીંગ અવેરનેસ વિષય પર સ્કીટ રજુ કરી સમાજને નવો સંદેશ આપ્યો હતો.

       

  • 25 જાન્યુઆરી કોલેજ માં કરાઓકે સર્ટીફીકેટ કોર્ષ ના વિદ્યાર્થીઓનો વાર્ષિક કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના અધ્યક્ષશ્રી તેમજ પ્રથમ અને દ્વિતીય ઉપાધ્યક્ષશ્રી હાજર રહી કાર્યક્ર્મ ને બિરદાવ્યો હતો. 

          

          

  •  2 ફેબ્રુઆરી સુરત મહાનગરપાલિકા આયોજીત પુસ્તક મેળામાં આપણી કોલેજ ના નૃત્ય વિભાગ દ્વારા પ્રાચીન ગરબો અને નાટ્ય વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન પર સ્કીટ રજુ કરવામાં આવી હતી. જેની પ્રસ્તુતિ દ્વારા પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા.  

       

  •  9 ફેબ્રુઆરી રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા આયોજીત પ્રા. પ્રદીપકુમાર દિક્ષીત સુગમ સંગીત સ્પર્ધા માં કોલેજ ના દ્વિતીય વર્ષના સંગીત વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચૈતન્ય આહીર પ્રથમ ક્ર્મે અને ધવલ મકવાણા પાંચમા ક્રમે વિજેતા બન્યા હતા. તેમજ જીલ્લા રમત ગમત અધિકારી સુરત દ્વારા આયોજીત કલામહાકુંભ મા પ્રદેશ કક્ષાએ શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં કોલેજ ના દ્વિતીય વર્ષના સંગીત વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધવલ મકવાણા પ્રથમ ક્ર્મે અને સુગમ સંગીત સ્પર્ધામાં તુષાર ચૌધરી પ્રથમ ક્ર્મે વિજેતા જાહેર થયા હતા. જે બદલ કોલેજ આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે.

        

  • ૧૫ ફેબ્રુઆરીનાં રોજ વીરમતીચંદ ફકીરચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રીય સંગીતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણી કોલેજની તૃતીય વર્ષનાં સંગીતની વિધાર્થીની કુ. ખુશી ભાવસાર પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. જે બદલ કોલેજ આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે.